નિખાલસની કલમે-પ્રફુલચંદ્ન ઠાર

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘થોભો એક નજર પરદેશમાં પરણાવતા લાડલી તરફ……’ – પ્રફુલચંદ્ન ઠાર


આપ સૌ પુત્રીને પરદેશમાં પરણાવતા પહેલા ચેતજોવિશે આવા ઘણા લેખો સામયિકો અને દૈનિક પેપરમાં વાંચ્વા મળતા હોય છે. લગ્ન બાદ ભારતીય યુવક-યુવતીઓને થતા કડવા અનુભવો તથા થતી છેતરપિંડીના વધતા જતા કિસ્સા સામે જાગૃતિ કેળવવા કડવા અનુભવ અહિં મુકેલ છે.

હમણાં જ થોડા દિવસ પહેલાં સમાજના એક વરિષ્ઠ વ્યક્તિ કે જે સમાજના કાર્યો કરે છે, કર્યા છે અને કરતા રહેશે અને જેઓ એક નિડર વક્તા પણ છે. જો કે હું પ્રત્યક્ષ મળ્યો નથી પણ ફોન પર તેમણે થોડી પોતાની વ્યથા એક જોરદાર ભાષામાં સમાજ/જ્ઞાતી માટે રજુઆત કરવા જણાવ્યું.

વાત એમ હતી કે જે પોતે સમાજમાં આગળ રહીને લગ્નો કરાવી આપનારની પોતાની જ છોકરી લંડન સ્થિત કુટુંબમાથી છૂટા છેડા લઈને લંડનની કોર્ટમાં પોતના માટે એક બાળક સાથે લડિ રહી છે. એણે વધુ ઉમેરતા વ્યથા સાથે જણાવ્યું કે મારી પૂત્રીની વાત તો એક છે પણ તે લંડન સ્થિત કુટુંબના ઘરમાંથી બીજી ત્રણ પરણેતર પાછી ફરી છે તેને તેનું દુ;ખ છે. અને પછી ઘણી બાબતો કહી ખાસ કરીને તેણે લંડનની એક ટુર ચલાવતી એક સારી વ્યક્તિને કહી મધ્યસ્થી કરવા જણા્વ્યુ કે જેને છોકરાવાળા કૂટુંબ સાથે ઉઠવા બેસવાનો સારો સબંધ છે. પણ સરવાળે તેણે તે બાબત પર ધ્યાન પણ ન આપ્યું કે મધ્યસ્થી કરી મદદ પણ ન કરી!

મિત્રો, બધી જ વિગતો તો હું લખતો નથી પણ સમાજ ને સંદેશા રૂપે થોડું ચેતવવા આ લખી રહ્યો છે કે લગ્ન એટલે ફક્ત બે જ વ્યક્તિઓનું મિલન હોતું નથી પરંતુ તેમાં બે કુટુંબો એકબીજા સાથે જોડાતા હોય છે.આપણા પહેલાના જમાનાના વડવાઓ જ્યારે પણ કુટુંબની વ્યક્તિ પછી ભલે તે પુત્ર હોય કે પુત્રીનું સગપણ/લગ્ન નક્કી કરે તો સામા પક્ષનાંકુટુંબ વિશે પૂરી માહિતી મેળવી લેતાં. ખાસ કરીને મોસાળ કેવું છે? આનું કારણ આવનારી ધરમાં વધુ ઘરમાં આવીને સારી રીતે અને કુટુંબને અનુરૂપ થશે ને? અને પૂત્રીને વળાવવાની હોય તો જોવું પડે છે કે કુટુંબ તો સારું છે ને? કે પુત્રી સાસરામાં દુ:ખીતો નહી થાય ને? વગેરે..વગેરે… 

આજના યુગમાં કોમ્પ્યુટરના માધ્યમથી કે પછી પ્રેમમાં પડીને  પુત્ર કે પુત્રી લગ્નનાં સબંધો બાંધવા નિર્ણયલેતાં થઇ ગયાં છે. જો કે ઘણા અંશે સફળ પણ થયા છે કારણ કે તેઓ એકબીજાને વારંવાર મળી એકબીજા વિશે પૂરી જાણકારી મેળવી લગ્નકરે છે કે પ્રશ્નો ઓછા ઉપસ્થિત થાય છે.જ્યારે એન.આર.આઇ. લગ્નમાં લગભગ ઘડીયા લગ્નો જ લેવાય છે એટલે કે પરદેશથી વ્યક્તિ બેકે ત્રણ અઠવાડિયા માટે ભારત આવે એ અરસામાં વિવાહ, લગ્ન અને પત્નીને સાથેકે પાછળથી પરદેશ લઇ જવાની વિધિ કરવામાં સમય વીતી જાય છે. એટલે એકાબીજાને કે હુટુંબનો પરિછય અોછો થાય છે અને ઘણાં અંશે તે નિષ્ફળ જાય છે/

આજે પાઉન્ડઅને ડોલરના ચલણવાળા પરદેશોની જોવા મળતી આભાસીસાહ્યબી જોઇને મા-બાપ લાડકી દિકરીને પરદેશમાં પરણાવે છે અને તે સુખની લાલચદિકરીને અને તેના મા-બાપને કેવી પીડાદાયક પરીસ્થિતીમાં મુકે છે તેનીદર્દનાક વ્યથા મા-બાપને વ્યથામાં મુકી દે છે.

આજનાસ્પર્ધાત્મક સમયના વૈશ્વિક પ્રવાહમાં લાંબો વિચાર કે ભવિષ્યની પરવા કર્યાવિના લોકો દુનીયામાં માણસાઇ વગરના કહેવાતા પાઉન્ડના પરદેશમાં વ્હાલી દિકરીનેવળાવે છે ત્યારે એક ભૌતિક સુખ મેળવવા તે દિકરીને અનેક દુઃખોનો ભોગ બનાવેછે.

મને થોડા દિવસ પહેલા મેં વાંચેલું કે ગુજરાત રાજ્યમાં કોઇ દિકરી ના દેજો પરદેશનાટકનો પ્રથમ પ્રયોગ ગાંધીનગરના ટાઉનહોલમાં કરવામાં આવ્યો હતોફિલ્મીદુનીયાના અનુભવી એવા સમર્થભાઇ ગઢવીના દિગ્દર્શનમાં લેખક નટવરભાઇ ગઢવીએ આજેગુજરાત સ્વર્ણિમ વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી અને મહિલા સશક્તિકરણમાંસફળ અને ભગીરથ પ્રયાસ ગુજરાત કરી રહ્યુ છે. તેમજ દિકરી પણ દિકરાથી વિશેષ બની શકેતેવી ગુજરાત રાજ્યની ધરખમ વ્યવસ્થાઓ ઉભી થઇ ચુકી છે ત્યારેદિકરીને પરદેશમાં પરણાવવાને બદલે આપણી માતૃભુમીમાં તેને પુરતી હુંફઆપી સ્વબળે સુખી જીવન આપવામાં આવે ……… તેવા પ્રયાસો સાથેસમાજને લાલબતી એટલે કે ચેતવણી ગુજરાત રાજ્ય લોકોને આપી રહ્યું છે કે લાલચુ માતા-પિતા અને ફિલ્મોમાં પરદેશની જોવા મળતીઝાકઝમાળથી અંજાઇને પરદેશની અણદીઠી ભોમકામાં પહોચવા ઉતાવળે લગ્ન માટે સંમતથતી ગુજરાતની દિકરીઓ માટે ચેતવણી સાથે જનજાગરણનું આ  કોઇ દિકરી ના દેજો પરદેશનાટક નજીકના ભવિષ્યમાં બહુ લોકપ્રિય બનશે…..

આજે પણ પરદેશમાં અનેક બહેન દિકરીઓ જોખમમાં જીવે છેલગ્ન પછી થોડાસમય બાદ ત્યાં આપણું વ્હાલું સંતાન રઝળી પડે છે ત્યારે પરદેશમાં પરણાવવાની લાલચ પીડાદાયક  બનીજાય છે.

ભારતછોડીને રાતોરાત માલામાલને પરણાવી પરદેશ ગયેલી દિકરીમાંથી ખુબ ઓછાસફળ થયા છે.. બાકી ત્યા પાઉંડ કમાવી ભારતના નાણાં સાથે સરખામણી કરવા પરદેશમાં મજુરી કરી રહ્યા છે.

આપણા દેશમાં આવીને પોતાની બચત પાઉન્ડ કે ડોલર વાપરે છે પણ પૈસાની લાલચ વતનમાં સ્વમાનઅને સન્માનભેર જીવતા સમાજના ભારતીયને બે બાકળા કરી દે છે.

આજ ના કોમ્પ્યુટરના યુગમાં ફેસબુક કે ઈન્ટરનેટઉપર ચાલતી રીલેશનશીપ અને ફ્રેન્ડશીપની સાઇટો ઉપર ભલે લોકો લાગણી અને પ્રેમશોધી રહ્યા હોય પણ. માદરે વતનમાં બાળપણના મિત્રો. સગાસંબધીઓ. અને જ્યાં પોતીકાની જેસંવેદના, આનંદ જે ઉભરાય છે તેવી ધરતીની મહેક છોડીને ગયેલાઓ પોતાના  વતનની હુંફપામવાને કોમ્પ્યુટરોના કી બોર્ડ મસળી રહ્યા છે..

પરદેશના માણસાઇ વગરના પરાયા લોકો પોતાની લાડકી દિકરી કેદિકરાને ભાગ્યના ભરોસે વળાવી દેતા પહેલા એટલો વિચારતો કરજો કે ત્યાં સાતસંમદર પાર આપણી દિકરીને કોઇ દુઃખ પડે છે કે જેના ભરોસે વળાવી તેનાથીવિશ્વાસઘાત પામીને રઝળી પડતા હોય છે.

જાણ્યા પ્રમાણે પરદેશમાંવિશ્વાસઘાતનો ભોગ બનતી અનેક લાલચુ છોકરીઓ અને લાલચુ મા-બાપને કારણે પરણેલીદિકરીઓનું મદદના બહાને મહીનાઓ કે વર્ષો સુધી શારીરીક, માનસીક અને આર્થીકશોષણ પણ કરવામાં આવતું હોવાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે‘’કોઇ દિકરી ના દેજો પરદેશ’’ ના નાટકને સમજવાની લોકો કોશીષ કરે અને પરદેશની લાલચ કે વૈભવની વાસના છોડીદિકરીઓને મા-બાપ સશક્ત અને સામર્થ્યવાન બનાવે તેવી મારી આપ સૌને પ્રાર્થનાસાથે વિંનતી છે.

કવિ રાજ  પ્રજાપતિ લેખિત નાની પંક્તિ મૂકી રહ્યો છું કે…..

ઠેક્યા દરિયા ને અમે પૂગ્યા પરદેશ
છોડ્યા વતનના રે વ્હાલ
દામદામ સાહેબીની વાતોમાં ડૂબી
સોન પીંજરે પૂરાયા રે લાલ……
આ મસ્તાના દેશમાં
નથી જડતા દાદા દાદી એના વેશમાં
બાપથી સવાયા એ ખોળાના હેતડાં
ખોયાં ને રોયા અમે આવી પરદેશમાં
હાય ! હેલોમાં ડૂબાડી અમે પ્રીતજો
વતનની મીઠી વાતો તમે ના છેડજો

આનાથી ઉલટું મુરતિયા એટલે કે છોકરા માટે થાય છે કે ઘણીવાર પરદેશી લાડી ભારતમાં નહી રહેવાના પ્રસ્તાવ મુકી છોકરાને પરદેશમાં ખેંચી જાય છે. જે મા-બાપને વિચાર આવે છે કે ભઇ ભલે તે સુખી થતો અને તેઓ એકલા રહીને પણ પોતાના પુત્રને પરણાવતા હોય છે. અને પાછળથી હંમેશ માટે એકલા રહેવાનો વારો આવે છે.

ઉપર જણાવ્યા પ્રમાણે હું પરદેશને કે પરદેશીઓને ખરાબ નથી માનતો અને બધા જ ખરાબ હોય છે તેવું પણ નથી અને ત્યાં સ્થાયી થવામાં વાંધો પણ નથી પણ ખાસ કરીને લાડલીને પરણાવતા પહેલા વિચાર જરૂર કરી લેશો…. બાકી તો માણસના નસીબ જ બધુ કરાવે છે તે વાત ચોક્કસ છે….

આપણો પણ સમાજ પણ ત્યાં સ્થાયી થયેલો જ છે  અને મારે આ લેખ ધ્વારા એટલું જ લખવાનું કે તેઓ પણ ચેતે અને વખત આવે તો સમાજના મોભીદાર વ્યક્તિઓએ મધ્યસ્થ બની એકાબીજાને મદદ કરે અને સાચા સમાજનો મોભો જાળવવા આગળ રહે…

***************

 

મે 14, 2018 Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | Leave a comment